ગાંધીનગરમાં જન્મેલા દિલીપ ચૌહાણ ન્યૂયોર્કના મેયરના કાર્યાલયમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત
17, મે 2022

ગાંધીનગર, ગાંધીનગરમાં જન્મેલા દિલીપ ચૌહાણને હાલમાં જ ન્યૂયોર્કના મેયર એરિક એડમન્સના ઈન્ટરનેશનલ અફેર્સની ઓફિસમાં ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન માટેના ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂકથી ભારતીય- અમેરિકન કોમ્યુનિટીમાં ખુશીનો માહોલ છે. ઓગસ્ટ ૨૦૧૭માં દિલીપ ચૌહાણને નાઉસી કાન્ટીમાં લઘુમતી બાબતોના ડેપ્યુટી કમ્પ્ટ્રોલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિલીપ ચૌહાણ ૧૯૯૯માં અમેરિકામાં સ્થાયી થયા હતા. એક સમયે ચૌહાણે બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનું કર્યું હતું અને ૨૦૧૫માં કમ્પ્ટ્રોલરની ઓફિસમાં તેઓ સાઉથ અને ઈસ્ટ એશિયાના કોમ્યુનિટી અફેર્સના ડિરેક્ટર તરીકે જાેડાયા હતા. ૨૦૧૭ની શરૂઆતથી તેમણે કમ્પ્ટ્રોલરના સીનિયર એડવાઈઝર તરીકે સેવા આપી હતી. લઘુમતી બાબતોના ડેપ્યુટી કમ્પ્ટ્રોલર તરીકે સેવા આપ્યા બાદ, દિલીપ ચૌહાણે બ્રૂકલીનના રાષ્ટ્રપતિની ઓફિસમાં સાઉથઈસ્ટ અને એશિયન અફેર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, દિલીપ ચૌહાણે બ્રૂકલિનમાં દક્ષિણ અને એશિયન સમુદાયને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરી હતી. તેમ ન્યૂયોર્કના મેયરની ઓફિશિયલ વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે. તેમણે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ઉપલબ્ધ સંશાધનો પ્રત્યેની જાગૃકતા વધારીને આ કર્યું અને તેમના નેતૃત્વ હેઠળ તેમણે આ સમુદાય અને બરહ રાષ્ટ્રપતિની ઓફિસમાં મજબૂત સંબંધ બનાવવામાં મદદ કરી હતી. વર્ષ ૨૦૧૭માં આપેલા ઈન્ટરવ્યૂમાં, ચૌહાણે કહ્યું હતું કે, કોર્પોરેટ ક્ષેત્રમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનુભવ્યું હતું કે મુખ્ય કોર્પોરેટ ક્ષેત્ર અને સાઉથ એશિયન કોમ્યુનિટી વચ્ચેનું કનેક્શન તૂટી ગયું છે.રજૂઆતો દ્વારા મેં મારી ભૂમિકાનો ઉપયોગ ગવર્મેન્ટ બ્યૂરોક્રસીને નેવિગેટ કરવા માટે બિઝનેઝની તકોને વધારવા અને નાગરિક જાેડાણને પ્રોત્સાહિત કરવા માટે કર્યો હતો. તેમ ચૌહાણે કહ્યું હતું. કમ્પ્ટ્રોલર ઓફિસમાં તેમણે વંશીય લઘુમતી જૂથોને સરકારી કોન્ટ્રાક્ટ અને અન્ય વ્યવસાયિક તકો અપાવવામાં મદદ કરી હતી. જ્યારે નાઉસી કાઉન્ટીમાં લઘુમતી બાબતોના ડેપ્યુટી કમ્પ્ટ્રોલર તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે ચૌહાણે સ્વામિનારાયણ સમુદાયના પવિત્ર ગ્રંથ વચનામૃત પર હાથ મૂકીને પદ માટે શપથ લીધા હતા.ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચરલની ડિગ્રી ધરાવનારા દિલીપ ચૌહાણ એ સફળ આંત્રપ્રિન્યોર અને એક સન્માનિત અધિકારીનું અનોખું મિશ્રણ છે.તેમ મેયરની ઓફિશિયલ વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution