ગાંધીનગર

સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીએ પોતાનો આતંક મચાવ્યો છે. ત્યારે રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો ઉપર અંકુશ લાદવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાતનું રાજ્ય ચૂંટણી પંચ પણ હરકતમાં આવી ગયું છે. જેના કારણે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મોકૂફ રહી શકે તેવી સંભાવના બળવત્તર બની છે.  ગુજરાતમાં કોરોના મહામારીના આતંક વચ્ચે ચૂંટણી પંચની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે સંભવતઃ ચૂંટણી પંચની આ બેઠકમાં મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તેમજ  ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવા માટે ર્નિણય લેવામાં આવી શકે તેવી સંભાવના છે. રાજ્યની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ જયારે ગાંધીગનર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રિવ્યુ બેઠક કરે તેવી સંભાવના છે.આગામી તા. ૧૭મી એપ્રિલના રોજ ગુજરાતની મોરવાહડફ વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાશે, જયારે તા. ૧૮ મી એપ્રિલના રોજ ગાંધીનગર મહાપાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાજ્યમાં ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બંને વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયાને લઈને તમામ રાજકીય પક્ષો ફૂલ એક્શન મોડમાં જાેવા મળી રહ્યા છે. એટલું જ નહી, રાજકીય પક્ષોએ આ ચૂંટણીઓ જીતવા માટે તડામાર તૈયારીઓ પણ આરંભી દીધી છે. જાે કે બીજી તરફ રાજ્યમાં કોરોના મહામારીએ સમગ્ર રાજ્યને પોતાના સકંજામાં લીધું છે. ત્યારે આ સંજાેગોને જાેતા શક્ય છે કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં વકરી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જાેતા રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણી પ્રક્રિયાને હાલ પૂરતી મોકૂફ રાખવા માટેનો ર્નિણય લેવામાં આવી શકે છે.સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.  જેના કારણે રાજ્યમાં કોરોનાની મહામારી પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોધાય રહ્યો છે.