ગાંધીનગર ગાંધીનગરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે ગાંધીનગર પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસે અવાજનું પ્રદુષણ ફેલાવતા કુલ ૩૩ બૂલેટ તેના જેવી અન્ય મોટર સાઈકલને જપ્ત કરીને તેના ચાલકો પાસેથી રૂ, ૫૨,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી રણછોડભાઈ ફળદુ દ્વારા ગત ૨૬ જાન્યુઆરીના રોજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને એક પત્ર લખીને  લખીને રાજ્યના વિવિધ શહેરોમાં મોટા અવાજવાળી બુલેટ મોટર સાઈકલ લઈને ફરતા યુવકો સામે કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતુ.રાજ્યના વિવિધ શહેરોમાં બુલેટ મોટર સાઇકલના સાયલેન્સરને મોડીફાઈડ કરીને તેનાં અવાજને પણ મોડીફાઈડ કરાવીને અવાજનું પ્રદૂષણ ફેલાવતો અવાજ કરવામાં આવે છે.

આવા બુલેટ મોટર સાઈકલ ચાલકો સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી રણછોડભાઈ સી. ફળદુને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જે અંગે વાહન વ્યવહાર મંત્રી ફળદુ દ્વારા ગત તા. ૨૬ જાન્યુઆરીના રોજ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને આવા અવાજનું પ્રદુષણ ફેલાવતા બુલેટ મોટર સાઈકલ ચાલકો સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જે અંગે ગાંધીનગર પોલીસ દ્વારા આવા અવાજનું પ્રદુષણ કરતા અને સાયલેન્સર મોડિફાઇડ કરાવેલા બુલેટ મોટર સાઈકલના ચાલકો સામે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ગાંધીનગર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં મોડીફાઈડ કરેલા ૨૨ બુલેટ મોટર સાઈકલ અને ૧૧ અન્ય સાયલેન્સર મોડિફાઇડ કરેલી મોટર સાઈકલ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે.

ગાંધીનગર પોલીસ દ્વારા પાટનગરનાં મુખ્ય પ્રવેશદ્વાર સહિતનાં વિવિધ માર્ગો ઉપર સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અવાજનું પ્રદુષણ ફેલાવતી બુલેટ તેમજ તેના જેવી અન્ય મોટર સાઈકલના ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોટા અવાજ કરતી  બુલેટ અને તેના જેવી અન્ય મોટર સાઈકલને ફૂલ સ્પીડમાં ચલાવીને આવા કેટલાક વાહન ચાલક યુવકો ભારે ઉપદ્રવ ફેલાવવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેના કારણે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે વાહન વ્યવહાર મંત્રીની રજૂઆતના અને માંગણીના પગલે પાટનગર ગાંધીનગરમાં આવા પણ પગલા લેવાનું શરુ કરાયું છે.

જેના ભાગરૂપે ગાંધીનગર પોલીસે પાટનગરમાં આવી અવાજનું પ્રદુષણ ફેલાવતી બુલેટ અને તેના જેવી અન્ય સાયલેન્સર મોડિફાઇડ કરાવેલી મોટર સાઈકલોને જપ્ત કરીને તેના વાહન ચાલકો પાસેથી રૂ. ૫૨,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે.