રાજકોટ, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શુક્રવારના રોજ એક કરૂણ ઘટના ઘટી છે. ઉપલેટામાં ખુલતી બજારે ભંગાર બજારમાં એક ધડાકો થયો હતો જેમના કારણે પિતા-પુત્રના વ્યક્તિનાં સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ભંગાર બજારમાં ગેસની બોટલના ઘડાકા બાદ વિચલિત કરતી તસવીરો સામે આવી છે. આ દૃશ્યો જાેઈને રૂંવાડા ઉભા થઈ જાય તેવી સ્થિતિ સામે આવી છે. જાેકે, સૌથી કરૂમ બાબત એ છે કે જે ભંગારનો ડેલો પિતા-પુત્રને રોજી રોટી આપતો હતો એ જ મોતનું કારણ બન્યો છે.બનાવની વિગતો એવી છે કે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ જૂની કટલેરી બજારમાં આવેલ દોશીના ડેલામાં આવેલ એક ભંગારની દુકાન અને ડેલામાં સવારે ૯ ઃ ૩૦ વાગ્યે એક મોટો બ્લાસ્ટ થતા ૨ વ્યક્તિ ના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં આ દુકાનમાં કામ કરતા પિતા પુત્રનાં ઘટના સ્થેળે જ મોત થયા હતા, જેમાં ૬૫ વર્ષ ના રજાકભાઈ અજીજભાઈ કાણા અને ૨૫ વર્ષ નો તેનો પુત્ર રહીશ રજાકભાઈ કાણાનું ઘટના સ્થેળ મોત થયેલ છે.ઘટનાના પગેલ ઉપલેટા પોલીસ અને ઉપલેટા નાગરપલિકાના ફાયરબ્રિગેડ ઘટના સ્થેળે પહોંચી ગયા હતા, જયારે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ઘટના સ્થેળે પહોંચી ગયા હતા અને તપાસ શરુ કરી હતી, સાથે બ્લાસ્ટ ની વધુ તપાસ માટે ગાંધીનગર અને રાજકોટ ની હ્લજીન્ ની ટીમે પણ ઘટના સ્થળે આવી રહી છે. રાજકોટ જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસ માં અહીં જે ભંગાર કામ કરવા માટે વેલ્ડિંગ કામ કરવામાં આવે છે, ત્યારે વેલ્ડિંગ કામ દરમિયાન કોઈ સ્ફોટક પદાર્થ આવી જતા બ્લાસ્ટ થયો હતો. આગળ બ્લાસ્ટનું યોગ્ય કારણ જાણવા માટે હ્લજીન્ની તપાસ ચાલી રહી છે અને ત્યારબાદ જ બ્લાસ્ટનું સાચું કારણ જાણવા મળશે. આ ઘટનાની સૌથી કરૂણ બાબત એ છે કે મૃતક વ્યક્તિ પિતા-પુત્ર હતા. ૬૫ વર્ષના રજાક ભાઈ સાથે ૨૫ વર્ષનો પુત્ર રહીશ અહીંયા રોજીરોટી રળવા આવતો હતો. આ પિતા-પુત્રને આ ભંગારના ડેલાએ જ રોજીરોટી આપી હતી પરંતુ આજે તેમની મોતનું કારણ પણ આ ડેલો જ બની ગયો છે.