મહેસાણા-

મહેસાણા તાલુકાના મેઉ ગામે રાજદીપ એજન્સી દ્વારા ગ્રાહકોને ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવે છે. જાેકે ગામ લોકોને ગેસ સિલિન્ડરમાં નિયત વજન કરતા ઓછો ગેસ આવતો હોવાની આશંકા વ્યકત કરી હતી. ગામ લોકોએ પ્રાથમિક રીતે તપાસતા ગેસ ઓછો હોવાનું માલુમ પડતા મહેસાણા તોલ માપ અધિકારીને જાણ કરવામાં આવી હતી.મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયુંતોલમાપ વિભાગની ટીમે મેઉ ગામે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

ગામમાં પહોંચેલ તોલમાપની ટીમે સિલિન્ડર ધારકોની મૌખિક ફરિયાદ સાંભળી તેમને આપવામાં આવેલ સીલબંધ ગેસની બોટલોનું પ્રમાણિત વજન કાંટા પર વજન કરવામાં આવ્યું હતું.મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયુંમહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયુંજેમાં ૨૩ જેટલા સિલિન્ડરમાં ૨.૯ કિલો થી ૩ કિલો સુધી ઓછો ગેસ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે તોલમાપ વિભાગે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા જલદીપ ગેસ સેજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ ૨૪ જેટલા સિલિનડર જપ્ત કરવામાં આવ્યા છે.