આણંદ-કણજરી બોરીયાવી રેલવેલાઇન પર ફાટક નંબર ૨૬૪-એ બંધ કરાશે
04, ડિસેમ્બર 2020

આણંદ : વડોદરાના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર દ્વારા લાંભવેલ ગામ પાસે આણંદ-નડિયાદ રોડ ઉપર આણંદ-કણજરી બોરીયાવી રેલવે લાઇન પર આવેલો ઓછા ટ્રાફિક ધરાવતોે ફાટક નં. ૨૬૪-એ બંધ કરવા અંગે “ના-વાંધા પ્રમાણપત્ર” આપવા માટે માંગણી કરવામાં આવી હતી. આ ફાટક નં.૨૬૪-એ ઘણાં સમયથી બંધ હોવાથી સંબંધિતો તરફથી હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતાં આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર જનતાની અવર-જવર માટે વૈકલ્પિક રસ્તાના વ્યવસ્થાપ અને જરૂરિયાત મુજબના પૂરતા રોડ સાઇન બનાવવા અને કાયમ માટે નિભાવણી કરવાની શરતે “ના - વાંધા પ્રમાણપત્ર” આપવામાં આવ્યું હોવાનું એક યાદી દ્વારા જણાવાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution