ધ્રાંગધ્રા,ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલા ગાત્રાડ માતાજીના મંદિર ખાતે સમસ્ત ભરવાડ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૯ નવદંપતિ લગ્નગ્રંથીથી જાેડાઇને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ તમામ નવદંપતિને આશીઁવાદ આપી ભરવાડ સમાજના હજુપણ શિક્ષણને સ્તર નીચુ હોવાના લીધે કેટલાક સ્થાન પર ભરવાડ સમાજને અધિક્ષક માનવામાં આવે છે જેથી તમામ પોતાના દિકરા તથા દિકરીઓને અભ્યાસથી કરાવે અને સમાજમાં કોઇ નબળુ ઘર હોય તો સ્થાનિક આગેવાનો આ ઘરના દિકરા-દિકરીઓને અભ્યાસ માટે આથીઁક મદદ કરે તેવુ આહવાન કરાયુ હતુ. ઘનશ્યામપુરી બાપુના શિક્ષણ પ્રત્યે આહવાનથી ભુરાભાઈ મેવાડા દ્વારા સમાજના દિકરા-દિકરીઓને અભ્યાસ માટે રુપિયા પાંચ લાખનું અનુદાન પણ આપ્યુ હતુ.