25, સપ્ટેમ્બર 2020
મેક્સીકો-
મેક્સિકોમાં ગટર સાફ કરતાં કામદારોને જ્યારે 'વિશાળ ઉંદર' મળ્યો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ કામદારો મેક્સિકો સિટીમાં અબજો લિટર પાણી કાઢી રહ્યા હતા. આ સમય દરમિયાન તેને આ વિશાળ 'ઉંદર' મળી આવ્યો હતો. જ્યારે અધિકારીઓએ તેની તપાસ કરી ત્યારે ખબર પડી કે આ બનાવટી ઉંદર હેલોવીન ઉત્સવની ઉજવણી માટે બનાવવામાં આવ્યો હતો. આ 'ઉંદર' આકસ્મિક રીતે ગટરમાં જતો રહ્યો હતો .
આ વિશાળ ઉંદરનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર જોવા મળી રહ્યો છે. આ 'ઉંદર' એટલો વિશાળ છે કે તેની આસપાસ ઉભેલા લોકો નાના દેખાતા હોય છે. આ વીડિયોમાં સ્ટાફ ઉંદરની સફાઇ કરી રહ્યો છે. ત્યાં હાજર લોકો આ ઉંદરને ડ્રેઇનમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, જે કોઈક રીતે ગટરના ભુલભુલામણામાં ફસાઇ ગયો હતો.
ઘણા લોકોએ એમ પણ કહ્યું કે ઉંદર સંપૂર્ણપણે વાસ્તવિક દેખાતો હતો. આ વિશાળ ઉંદરના ફોટા અને વિડિઓઝ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યા હતા. આ પછી, એક મહિલા આગળ આવી અને દાવો કર્યો કે આ બનાવટી ઉંદર તેનો છે. એવલીન નામની આ મહિલા કહે છે કે તેણે થોડા વર્ષો પહેલા હેલોવીન સજાવટ માટે આ બનાવટી માઉસ બનાવ્યો હતો.
એવલીને દાવો કર્યો હતો કે ભારે વરસાદથી તેનો ઉંદર વહી ગયો હતો. તેણે કહ્યું કે જ્યારે મેં ઉંદર શોધવા માટે ગટર સાફ કરવામાં મદદ માંગી ત્યારે કોઈ આગળ આવ્યું નહીં. હવે મને મારો ઉંદર મળી ગયો છે પણ હું તે નક્કી નથી કરી શક્તી નથી કે હું તેને મારી પાસે રાખુ કે નહીં.