જીએલ સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરીને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા
01, એપ્રીલ 2021

અમદાવાદ

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારે સીબીઆઈને પરવાનગી આપી ન હોવાના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જી.એલ.સિંઘલ, તરુણ બારોટ તથા અનાજુ ચૌધરીએ કેસમાંથી મુક્ત થવા માટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે અરજી સ્પે.સીબીઆઈ કોર્ટે માન્ય રાખી છે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકારે સીબીઆઇને પરવાનગી આપી ન હોવાના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જી.એલ. સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરીએ કેસમાંથી મુક્ત થવા ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે અરજી સ્પે. સીબીઆઇ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ સાથે જ ૩૭ પાનાના ચુકાદામાં કોર્ટે ટાંક્યું હતું કે, ૈંમ્નાં ઇનપુટ મુજબ ઇશરતને પકડવા ઓપરેશનમાં તેઓ જાેડાયા હતા. અધિકારીઓએ કાયાદા-મર્યાદામાં રહી તેમની ફરજના ભાગ રૂપે કાર્યવાહી કરી હતી. જેના કારણે જ સરકારે તેમની સામે કાર્યવાહી કરવા મંજૂરી આપી નથી. ત્યારે તેમને ડિસ્ચાર્જ કરવા યોગ્ય છે.

ઇશરત કેસમાં ચાર્જશીટ બાદ બચાવપક્ષે તમામ અધિકારીઓએ પોતાની ફરજના ભાગે કાર્યવાહી કરી હોવાથી તેમની સામે કાર્યવાહી કરતા પહેલાં રાજ્ય સરકારની સીઆરપીસીની કલમ ૧૯૭ મુજબ પરવાનગી લેવી જરૂરી હોવાનો મુદ્દો ઉભો કર્યો હતો. જેથી કોર્ટે સીબીઆઇને પરવાનગીની વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો. ગત મહિને સીબીઆઇએ કોર્ટમાં સરકારે પરવાનગી ન આપી હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેથી તરુણ બારોટ, જીએલ સિંઘલ અને અનાજુ ચૌધરી તરફે એડવોકેટ બ્રિજરાજસિંહ ઝાલા, સંજય ઠક્કરે અને મુકેશ બ્રહ્મભટ્ટે ત્રણે સામે કેસની કાર્યવાહી પડતી મુકી ડિસ્ચાર્જ કરવા જાેઇએ તેવી અરજી કરી હતી.  જેમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હતી, સરકારે કાર્યવાહી કરવા પરવાનગી આપી નથી, તમામ સામે પુરતા પુરાવા નથી, રિપોર્ટ અનુસાર, ઇશરત આતંકી હતી. આખીય ચાર્જશીટ જાેતા તમામ સામે ગુનો બનતો નથી. ત્યારે કેસમાંથી ડિસ્ચાર્જ કરવા જાેઇએ. આવી રજૂઆત બાદ કોર્ટ તમમને ડિસ્ચાર્જ કર્યા છે.

તત્કાલીન મુખ્યમંત્રીની હત્યા કરવા આવ્યા હોવાના આરોપો સાથે પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું

ઇશરત જહાં અને તેની સાથે જઇ રહેલા જાવેદ અઝમદ અને પ્રણેશ પિલ્લાઇનું વર્ષ ૨૦૦૪માં ગુજરાત પોલીસે એરપોર્ટ પાસે એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે તેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીની હત્યા કરવા માટે આવ્યા હોવાનો આરોપ મુક્યો હતો. આ મામલે હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટે ખાસ તપાસદળની રચના કરી હતી. ત્યારબાદ આખા મામલે સીબીઆઇને તપાસ સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ગીરીશ સિંઘલ સહિતના અધિકારીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. પરંતુ તેમની સામે સમયસર ચાર્જશીટ ન કરતા તેમને ડિફોલ્ટ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution