ભરૂચ, હવે વાત ભરૂચની કે જયાં કોરોના ઝડપથી પ્રસરી રહયો છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે જીએનએફસી કંપની આગળ આવી છે. કંપની તરફથી તંત્રને વિવિધ દવાઓની ૨ હજાર જેટલી કીટ આપવામાં આવી છે. કોરોનાના કારણે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાથી મૃત્યુ દર ઘટાડવા માટે દર્દીઓને ઝડપી અને સમયસર સારવાર મળે તે જરૂરી છે. કોરોનાની મહામારી સામેની લડતને મજબુત બનાવવા ભરૂચની જીએનએફસી કંપની આગળ આવી છે. કંપની તરફથી તંત્રને વિવિધ દવાઓની ૨ હજાર જેટલી કીટ આપવામાં આવી છે. આ કીટ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. ભરૂચના કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાએ જિલ્લાની અન્ય કંપનીઓને પણ મદદરૂપ બનવા અપીલ કરી છે.