સોનાનની કિંમત ઘટતા ખરીદી કરનારા માટે સોનેરી તક, સોનાની કિંમત 50,000 રૂપિયાની નીચે
20, સપ્ટેમ્બર 2021

દિલ્હી-

મજબૂત ડોલરે ફરી એક વાર બુલિયન માર્કેટને દબાણમાં લાવી દીધું છે. સોનું-ચાંદી પોતાના અનેક મહિનાઓના નીચલા સ્તર પર આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ચાલને જોતે ઘરેલુ બજારમાં પણ બંને ધાતુમાં ઘટાડો આવ્યો છે. જો એક વાર રૂપિયા પર નજર કરીએ તો, શરૂઆતી વેપારમાં રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીમાં 34 પૈસા નીચે ગગડીને 73.82 પર પહોંચ્યો હતો. આજે શરૂઆતી વેપારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું. જ્યારે ચાંદી આજે 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિકિલો પર આવી ગઈ છે. આ સપ્તાહે US ફેડરલ રિઝર્વ બેન્કની બેઠક યોજાશે, જેના પર રોકાણકારોની નજર છે. આજે ગોલ્ડની આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઈઝમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો અને આ 1,752.66 ડોલર પ્રતિ ઔંસ સુધી હતી. એક વેબસાઈટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમાયાનુસાર સવારે 11.04 વાગ્યા પર MCX પર સોનામાં 0.21 ટકાની તેજી નોંધાઈ રહી હતી અને ધાતુ 1,750.50 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે ચાંદી 0.14 ટકા ઘટી ગઈ હતી અને આ 22.34 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution