20, જાન્યુઆરી 2021
ગાંધીનગર
રાજ્યમાં કોરોના વકરતા લૉકડાઉન બાદ જેલના કેદીઓ ને સ્વજનો ને મળવા ઉપર લગાવાયેલો પ્રતિબંધ હવે ઉઠાવી લેવાતા હવે આગામી પહેલી ફેબ્રુઆરીથી કેદીઓ જેલમાંજ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જો,કે કેદીના સ્વજનોના કોરોનાના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તેમની મુલાકાત શક્ય બનશે. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પણ પાળવા પડશે. આ નિર્ણય લેવાયો છે ત્યાં સાબરમતિ જેલમાં બે કેદીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. સાબરમતિ જેલમાં કુલ 3 હજાર કેદીઓને તેમના સ્વજનો સાથે મુલાકાતનો લાભ તબક્કાવાર મળશે.
ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે બે દિવસ અગાઉ જારી કરેલા પત્રમાં જણાવ્યું છે કે, એપ્રિલ-2020થી કોરોના વાયરસના સંક્રમણની મહામારીની પરિસ્થિતિમાં જેલોમાં સંક્રમણ નિયંત્રણના ભાગરૂપે કેદીઓની રૂબરૂ મુલાકાત પર પ્રતિબંધ અમલી કરાયો હતો પણ હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થતા છે હવે રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ ને તેમના નજીક ના પરીવાર જનો સાથે પ્રત્યક્ષ મુલાકાત એક ફેબ્રુઆરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી છે અને બેજ વ્યક્તિ મળી શકશે અને 15 થી 20 મિનિટ વાત કરી શકશે.