દિલેહી-

ગુગલે એન્ડ્રોઈડના યૂઝર્સ માટે ડાર્ક મોડ ફીચર પહેલાથી જ ઉપલબ્ધ કરાવ્યુ છે. અને હવે કંપની ડાર્ક મોડ ફીચર ડેસ્કટોપ યૂઝર્સ માટે પણ લાવવા જઈ રહી છે. The Vergeની રિપોર્ટ અનુસાર ગુગલે ગત વર્ષે ડેસ્કટોપ માટે ડાર્ક મોડની ટેસ્ટિંગ કરી હતી અને હવે કંપનીએ ફરી એકવાર ડાર્ક મોડની ટેસ્ટિંગ શરૂ કરી છે. ડેસ્કટોપ વર્ઝન માટે ડાર્ક મોડ શરૂ થયા બાદ યૂઝર્સ ગુગલ સર્ચને લાઈટ, ડાર્ક અને સિસ્ટમ ડિફોલ્ટની રીતે સેટ કરવા પર ઓપ્શન મળશે. જે માટે યૂઝર્સે ગુગલ સર્ચની સિસ્ટમ સેટિંગમાં જઈને ડિફોલ્ટ સેટિંગને ચેંજ કરવુ પડશે. ડાર્ક થીમ ગુગલના સમગ્ર બેકગ્રાઉન્ડને કાળુ નહિ કરે, પરંતુ તે ડાર્ક ગ્રે કલરમાં જોવા મળશે. તો ડાર્ક મોડમાં ટેકસ્ટ વ્હાઈટ દેખાશે. જયારે લિંક પહેલાની જેમ બ્લૂ કલરમાં જ રહેશે.ડાર્ક મોડ ફીચરને પસંદગી કરાયેલા અમુક યૂઝર્સ સાથે ટેસ્ટ કરાઈ રહ્યુ છે. અને તે ડેસ્કટોપ પર સિસ્ટમ થીમ સાથે કામ કરશે. એટલે કે, જો ડેસ્કટોપની થીમ ડાર્ક છે તો, ગુગલ સર્ચ પેઈઝ પણ પોતાના ડાર્ક મોડમાં દેખાવા લાગશે. ડાર્ક મોડ કેટલાક યૂઝર્સને દેખાવાનુ શરૂ થઈ ગયુ છે. પરંતુ, તેને ઓન અથવા ઓફનો વિકલ્પ નથી અપાયો. આ ફીચર તમામ યૂઝર્સને કયારે મળશે તે વાતની માહિતી ગુગલ તરફથી હાલ કોઈ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી. ગુગલ સર્ચ પહેલા કંપની કેટલીક સર્વિસ માટે ડાર્ક મોડ ફીચર શરૂ કરી ચૂકી છે. જેમાં જીમેઈલ અને ગુગલ કેલેન્ડર સામેલ છે. ગુગલે પોતાની આસિસ્ટન્ટ પૉવર્ડ સ્માર્ટ ડિસ્પ્લે જેવા નેસ્ટ હબ માટે પણ ડાર્ક મોડનો સપોર્ટ જારી કર્યો છે