ગાંધીનગર-

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થવામાં વધુ વેગ આપવા સુનિશ્ચિત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યવસ્થાપન સંચાલન માટે 313 અધિકારી-કર્મચારીઓનું મુકવામાં આવશે. જેમાં ફોરેસ્ટ અધિકારીઓના મહેકમ પણ મંજુર કરવામાં આવ્યા છે. વહીવટી કામગીરી માટે 1 CEO સહિત 201 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જંગલ સફારી દેખરેખ માટેના સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક સોસાયટી અને વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી બંને સોસાયટી અને બે આઇ એફ એસ અધિકારીઓ સાથેનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.

વિરાટ સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેકટસના સરળ અમલીકરણ, સંચાલન, જાળવણી માટે 313 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે. આ હેતુસર આપેલા દિશા-નિર્દેશોને પગલે સામાન્ય વહીવટ વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી (કેવડીયા ઓથોરિટી) હેઠળ વિવિધ સંવર્ગનું આ મહેકમ મંજૂર કર્યું છે.આ સમગ્ર કામગીરીના સરળ સંચાલન, વ્યવસ્થાપન અને નિભાવણી માટે જરૂરી એવું તાંત્રિક-ટેક્નિકલ અને વહીવટી-એડમિનીસ્ટ્રેટીવ માળખું મંજૂર કરાયું છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની વિવિધ ગતિવિધિઓ વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણ બને તે દિશામાં સર્વગ્રાહી આયોજનબદ્ધ પ્રયાસો વેગવંતા બનાવવામાં આવ્યા છે. તે અનુસાર સામાન્ય વહીવટ વિભાગે આ વિવિધ પ્રોજેકટસ માટેના ટેક્નિકલ-તાંત્રિક કામગીરીઓના સંચાલન, વ્યવસ્થાપન હેતુથી બે વર્તુળ કચેરીઓ બે અધિક્ષક ઇજનેરના દેખરેખમાં ઊભી કરી છે.

રાજ્ય સરકારે આ બધી જ થયેલી કામગીરીઓના સંકલન માટે ઓથોરિટીમાં નાણાકીય સવલતો ઊભી કરવા 2020-21 ના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ તરીકે રૂપિયા 50 કરોડની જોગવાઇ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી આ જગ્યાઓ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાંથી પ્રતિનિયુક્તિના ધોરણે ભરવાની રહેશે અથવા સેવાઓ-મેનપાવર આઉટર્સોસથી મેળવવાના રહેશે. અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટીની (કેવડીયા ઓથોરિટી) રચના અંગેનો કાયદો ગત્ત 1 ફેબ્રુઆરી-2020થી અમલમાં આવેલો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થવામાં વધુ વેગ આપવા સુનિશ્ચિત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યવસ્થાપન સંચાલન માટે 313 અધિકારી-કર્મચારીઓનું મુકવામાં આવશે. જેમાં ફોરેસ્ટ અધિકારીઓના મહેકમ પણ મંજુર કરવામાં આવ્યા છે.