ફાયરસેફટીને લઈને સરકારની ઝાટકણી, અત્યાર સુધી ઘણો સમય આપ્યો હવે નહીં આપીએ: HC
11, જુન 2021

અમદાવાદ-

રાજ્યમાં ફાયર સેફટી એક્ટની યોગ્ય અમલવારીનો મામલો હાઇકોર્ટમા પહોંચ્યો છે ત્યારે હવે રાજ્યની મહાનગરપાલિકાઓ એ વિસ્તૃત સોગંદનામું હાઈકોર્ટ સમક્ષ રજુ કર્યું છે. સ્કૂલ કોલેજ, કોર્પોરેટ હાઉસમાં બીયું પરિમિશન કે ફાયર સેફટી છે કે નહીં.પહેલા અને અત્યારે હાઇરાઈઝ બિલ્ડીંગ અને હોસ્પિટલમાં કેવી પરિસ્થતી છે તેની ઉપર વાત કરવી જરૂરી છે તેવું હાઇકોર્ટએ આજે કહ્યું છે.અગણતી બિલ્ડીંગની એનઓસી ના હોય તેના આંકડા વધી રહ્યા છે.ભૂતકાળમાં શુ એક્શન લીધા અને વર્તમાનમાં શુ પગલાં લીધાં તે જણાવા માટે હાઇકોર્ટએ કોર્પોરેશનને કહ્યું છે.

ત્યારે આજે હાઇકોર્ટને સરકારે જવાબ આપતા કહ્યું હતું કે કાયદા હેઠળ અમે પગલાં લેતા જ હોઈએ છીએ. એન.ઓ.સી અને બીયું પરમિશન માટે વધુ સમય આપો તેવું આજે સરકારે કોર્ટને કહ્યું છે. ત્યારે હાઇકોર્ટ એ પ્રશ્ન કર્યો હતો કે ગેરકાયદેસર બિલ્ડીગોના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે તેના માટે શું પગલા લેશો? તે જણાવો તાત્કાલિક.ત્યારે વધુમાં હાઇકોર્ટે રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાંટકણી કાઢતા કહ્યું કે તમારી પાસે ટેક્સ કલેક્ટ કરવાં માટે પૂરતો ડેટા છે પરંતુ ગેરકાયદેસર બિલ્ડીંગનો ડેટા નથી.

ગત સુનવણી અમે તમને આજ ટિપ્પણી કરી હતી.જે બિલ્ડીંગ પાસે બીયું પરમિશન નહિ હોય તેને સીલ કરવામાં આવશે અથવા ડીમોલેશન કરી નાખવામાં આવશે.જે બિલ્ડીંગ પાસે બી.યુ પરમિશન નથી હોતી તેની પાસે ફાયર એન.ઓ.સી ક્યાંથી આવે છે? તે પણ પ્રશ્ન હાઇકોર્ટ એ રાજ્ય સરકારને કર્યો છે.કેટલીક હોસ્પિટલો રહેણાંક બિલ્ડીંગમાં ચાલતી હોય છે તમે એમ કોઈ પગલાં લીધા કે એમને પણ ચાલુ જ રહેવા દેવાની છે? તમે હજી કેમ કહેતા નથી કે તમે શું એક્શન લેશો? તેવા સવાલોની વણઝાર લગાવી હતી. ત્યારે સરકાર એ કહ્યું કે બિલ્ડીંગો સીલ કરીશું અથવા નવા બિલ્ડીંગોને શરૂ કરવાની પરમિશન નહિ આપીએ.કાયદાના એકટ હેઠળ કામગીરી થઈ રહી તેની ગેરંટી છે? તેવો પણ સામે સવાલ આજે હાઇકોર્ટ એ કર્યો હતો.

હાઇકોર્ટ સરકારને કહ્યું કે તમારી પાસે આ અંગેનું કોઈ સોલ્યુશન નથી.આગામી સુનવણી દરમ્યાન કોર્પોરેશન સરકાર અમને કોન્ક્રીટ પ્લાન આપે. અને આનું કાયમી નિરાકરણ આપો તેમ હાઇકોર્ટએ કહ્યું હતું. વધુમાં કોર્ટે કહ્યું કે આગામી દસ વર્ષ સુધી આપણે રાહ નથી જોવી, આ વખતે જ આનું નિરાકરણ લાવવું છે.હાઇકોર્ટનો રાજ્ય સરકારને વેધક સવાલ બીયું પરમિશન અને ફાયર એન.ઓ.સી ના પ્રમાણપત્રનું વિતરણ કેવી રીતે કરો છો?

હવે સમય નહિ મળે હવે નિરાકરણ જોઈએ છે.અત્યાર સુધી અમે તમને ઘણો સમય આપી ચુક્યા છીએ.ફાયર સેફ્ટી અંગે સરકારની ધીમી કામગીરી છે તેવું પણ હાઇકોર્ટએ આજે રાજ્ય સરકારને કહ્યું હતું.હાઇકોર્ટના નિર્દેશ મુજબ પગલાં લો. ત્યારે રાજ્યસરકાર એ કહ્યું કે અમે હવે કોર્ટ ને નિરાશ નહિ કરીએ. ત્યારે આજે હાઇકોર્ટએ રાજ્ય સરકાર અને કોર્પોરેશનને મોટો નિર્દેશ કર્યો છે કે બીયુ પરમિશન અને ફાયર noc મામલે કડક પગલાં લો.ફાયર સેફ્ટી અંગે કડક અને સચોટ પગલાં લો.ફાયર સેફ્ટી અંગે નિરાકરણ લાવો.ફાયર NOC અને બિયું પરમિશન અંગે સચોટ પોલિસી બનવવામાં આવે અને સમસ્યાનો નિકાલ કરો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution