લીમડી સુરેન્દ્રનગર જિલ્લામાં ગામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે. જિલ્લાની ૪૩૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે સરકારની સમરસ યોજનાનો લાભ મળે અને ગામ સમરસથાય તે માટે ગામના આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું ભલગામડા ગામ એવુ ગામ છે કે જયાં આઝાદી બાદથી ચૂંટણી થઈ નથી. દર પાંચ વર્ષે પંચાયતની ચૂંટણી આવે એટલે ગામના તમામ જ્ઞાતિજનો સાથે

રાખી આગેવાનોની બેઠક કરાય છે. જેમાં સરપંચ અને ઉપ સરપંચ તથા વોર્ડના સભ્યોની સર્વાનુમતે વરણીનો ઠરાવ કરાય છે. આ વર્ષે પણ ભલગામડામાં ગામ સમરસની આ પરંપરા જળવાઈ રહી છે. ત્યારે આ વર્ષે પણ લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસીંહ રાણાની ઉપસ્થીતીમાં ગ્રામજનોની બેઠક યોજાઈ હતી. જેમાં સરપંચ તરીકે નિવૃત્ત શિક્ષક સુખદેવસીંહ રાણા, ઉપસરપંચ તરીકે નિવૃત્ત પીઆઈ શક્તિસીહ ઝાલાની અને ગ્રામ પંચાયતના સભ્યોની વરણી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે, ભલગામડા એ રાજયના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસીહ રાણાનું વતન છે. તેમના ગામમાં દર પાંચ વર્ષે ગામ સમરસ થાય તે માટે તેઓ પોતે પણ અંગત રસ લઈને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરે છે. આ નવા નિમાયેલ સરપંચ પણ બીજા ગામના લોકો ને અપીલ કરી રહ્યા છે ગામને સમરસ બનાવી જેથી સરકાર ની વિવિધ યોજનાનો લાભ ગામના વિકાસ માટે કરી શકી સાથે ગામમાં ભાઈચારો પણ બની રહે લોકોમાં સંપ પણ રહે હાલ આ ગામમાં સરકારી યોજના થકી વિકાસ ના કામો થયા છે અને આગામી દિવસોમાં પણ વધુ વિકાસ ના કામો કરવામાં આવશે

ભલગામડા ગામમાં ૧૭૫૦ સ્ત્રી અને ૨૪૫૦ પુરુષ સહિત ૪૨૦૦ની વસતી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૯૭ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાવાની હતી જેમાં ૬૪ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે. હવે ૪૩૩ ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાવાની છે