મોડાસા-

એસટી ક્રેડિટ સોસાયટીમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય મજૂર સંધ ના 14 માં થી 10 ઉમેદવાર વિજેતા બન્યા હતા સામે બે યુનિયનના ગઠબંધનન કારમો પરાજય થતા માત્ર ચાર સીટ ઉપર વિજય થી સંતોષ માનવો પડયો હતો મોડાસા થી દીપક સિંહ રહેવર નો ભવ્ય વિજય થતા મોડાસા મા ખુશી ની લાગણી છવાઈ ગઈ છે. સતીષભાઈ ઉપાધ્યાય અને તેમના મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ મોડાસા વર્તુળ ના શુભેચ્છકો એ શુભકામનાઓ પાઠવી હતી દીપક સિંહ રહેવર એ તમામ મતદારો નો આભાર માન્યો હતો. આને તમામ કર્મચારીઓ માટે સદૈવ કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું.