દાહોદ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોઠારીયા ગામે ૧૮૧ ની મહિલા પોલીસકર્મીની દાદાગીરી નો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલા કર્મી દ્વારા દબંગગીરી બતાવવામાં આવી છે અને એક નિર્દોષ વ્યક્તિને હેરાન કરવામાં આવી છે તેવા આ કિસ્સામાં એક મહિલા પોલીસ કર્મી દ્વારા ખાખી નો રો ફ બતાવી જે વ્યક્તિને પકડવાનો હતો તેના બદલે તેની ભૂલના કારણે તેઓએ એક બીજા વ્યક્તિને પકડ્યો અને તેને લાફા મારી ધમકાવી ગાડીમાં બેસી જવા દબાણ કરી તે વ્યક્તિ તથા તેના આખા પરિવારને હેરાન કરવામાં આવતા આ સંદર્ભે આ પરિવારે ન્યાયની માંગણી કરતા ચકચાર મચી જવા પામી છે.

જાે ન્યાય નહી મળે તો આખું પરિવાર સામુહિક આત્મહત્યા કરી લેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ૧૮૧ મા નોકરી કરતી ઉધાવળા ગામ ની રહેવાસી અને બૈણા ગામના એસઆરપી માં નોકરી કરતા યોગેશભાઈ સાથે પરણેલી પરમાર દક્ષાબેન નારણભાઈ ગત તારીખ ૧૨મી માર્ચ ના રોજ ૧૮૧ ની ગાડી લઈ ધાનપુર તાલુકાના કોઠારીયા ગામ ના આમલી ફળિયામાં રહેતા કરસનભાઈ ગોકળભાઈ બારીયા ના ઘરે આવી હતી અને ઘરે વાસણ ધોઈ રહેલા કરસનભાઈ ના દિકરા સચિન કુમાર ને બોલાવી તેનું નામ સરનામું પુછી તારી પત્ની ની ફરિયાદ છે તેમ કહી બે-ત્રણ લાફા મારી ગઈ ગાડીમાં બેસી જવા દબાણ કરતા સચિનકુમારએ કહેલ કે હું બી.એચ.એમ.એસ માં બીજા વર્ષમાં અભ્યાસ કરું છું.

અને મારા તો હજી લગ્ન થયા જ નથી તેમ કહ્યું હતું તેમ છતાં તે મહિલા પોલીસે સચિનકુમાર તથા તેના પિતા સહિત પરિવારજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ખાખીનો રોફ જમાવ્યો હતો હેરાન ગતિનો ભોગ બનેલ પરિવારના વડીલ કરસનભાઈ ગોકળભાઈ બારીયાએ આ મામલે મહિલા પોલીસ દક્ષાબેન નારણભાઈ પરમાર સામે સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામાં નહીં આવે તો ગાંધીનગર ગૃહ વિભાગ સુધી જવાની તૈયારી દર્શાવી છે જાે ગાંધીનગરમાં પણ અમોને ન્યાય નહીં મળે તો અમો સહ પરિવાર સામુહિક આત્મહત્યા કરીશું તેવી ચીમકી ઉચ્ચારતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.