29, માર્ચ 2022
રાજકોટ, રાજકોટ શહેરમાં પ્રેમ લગ્ન કરનાર જીઆરડી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પતિ શંકા કરી હેરાન કરતો હોય તેણીએ આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ છે.મોરબીમાં રહેતી આરતી કરણ સરસીયાએ પોતાના ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આરતીને લટકતી જાેઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી રમેશભાઇ સહિત સ્થળ પર પહોંચી તપાસ કરતા આરતીનું મૃત્યું નિપજ્યુ હોવાનું જાણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.આ બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે મૃતક આરતીના ભાઇ પાર્થ હરદેવપરી ગોસ્વામીની ફરિયાદ પરથી સંતકબીર રોડના નાલાની બાજુમાં ગોકુળનગર આવાસ યોજના કવાર્ટર પાસે રહેતો કરણ મેરામભાઇ સરસીયા સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૦૬ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.મૃતક આરતીના ભાઇ પાર્થે ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે એચ.એન.શુકલા કોલેજમાં બીએનો પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે પોતે છ બહેન અને એક ભાઇ છે તેમાં આરતી છઠ્ઠા નંબરની હતી પાંચ બહેનાના લગ્ન અમારી જ્ઞાતીના રીતરીવાજ મુજબ થયા છે. પિતા હરદેવપરી ગોસ્વામી મંદિરમાં સેવાપુજા કરે છે. આરતીએ તેની મરજીથી કરણ મેરામભાઇ સરસીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરતી ગત તા. ૧૧ માર્ચના રોજ અમારા ઘરેથી ય્ઇડ્ઢમાં નોકરીએ જવાનું કહી સવારે નીકળી હતી. બાદ અમારા ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેને ફોન કરતા તેણે જણાવેલ કે ‘હવે મને ફોન કરતા નહીં મે કરણ સરસીયા સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે અને હુ તેની સાથે રહેવાની છું’વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, એ બાદ મારી બહેન આરતી અવારનવાર મળતી ત્યારે તે કહેતી મે ‘મને મારો પતિ કરણ સારી રીતે રાખતો નથી, અને મને શારીરીક-માનસીક ત્રાસ આપી હેરાન-પરેશાન કરે છે’ તેવી વાત કરી હતી. અને પતિ કરણ મને શાંતીથી રહેવા પણ દેતો નથી અને જી.આર.ડી.માં નોકરી કરૂ તો મારી ઉપર શંકા કરી મને અવારનવાર મારકૂટ કર હેરાન-પરેશાન કરે છે’ તેવી વાત કરી હતી.