વલસાડ

 ચીખલી તાલુકા માં આવેલા સોલધરા ગામ ના ઇકો પોઇન્ટમાં કૃત્રિમ તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતા ૫ લોકોના ડૂબી જવા થી મૃત્યુ થયું હતું.મૃત્યુ પામેલ લોકો માં એકજ પરિવાર ના ચાર સભ્યો હોવા થી પરિવાર સહિત આસપાસ ના ગામ ના લોકો માં ગમગીની છવાઈ હતી. એકજ પરિવાર ના એકસાથે ચાર અર્થી ઉઠતાં સમગ્ર વિસ્તારના લોકો હીબકે ચડ્યા હતા.

મકર શંક્રાંતિ ના તહેવાર ની ઊજવણી માટે અમદાવાદ પરણેલા ગ્રીષ્માબેન સોની પતિ, દીકરી અને દીકરા સાથે પોતા ના પિયર ચીખલીના જાેશી મહોલ્લામાં પિતાના ઘરે આવ્યા હતા .ગત રોજ તેવો પરિવાર સાથે ચીખલી તાલુકા ના સોલધરા ગામે રહેલ પ્રવાસનધામ મામા ના ઘર નામક ઇકો પોઇન્ટમાં તેવો ફરવા ગયા હતા સાંજના સમયે તેવો બોટિંગ કરવા ગયા હતા. ગ્રીષ્માબેન, મેહુલભાઈ તથા બન્ને સંતાનો બોટમાં બેઠા હતા એ જ સમયે બોટમાં ચડવા માટે ધક્કામુક્કી થઇ હતી. જેના કારણે બોટ પલટી મારી ગઇ હતી અને આ પરિવાર ૨૫ ફૂટ ઉંડા તળાવમાં ગરકાવ થઇ ગયો હતો.બોટ તળાવ માં ગરકી ગઈ હોવા ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વહીવટી તંત્ર સહિત સ્થાનિક મીડિયા અને ગામ ના આસપાસ ના લોકો પ્રવાસન ધામ પર એકત્ર થઈ ગયા હતા ​​​​​​ ચીખલી પોલીસ સહિત બીલીમોરા અને ગણદેવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનો તેમજ સ્થાનિક તરવૈયાઓએ તરત જ બચાવ કામીગીરી હાથ ધરી ડૂબેલા તમામ ને તળાવમાંથી બહાર કાઢી, ૧૦૮ એમ્બુલન્સ મારફતે ચીખલીની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડયા હતા. જયારે એક બાળકી સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ બેના મોત થતા ૫ જાણ મરણ પામ્યા હતા .ઘટના બાદ ઇકો પોઇન્ટ ના મલિક અશોક પટેલ ની પોલીસે ધરપકડ કરી હતી વિસ્તાર ના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પીડિત પરિવાર જનો ને મળી સાંત્વના આપી હતી.