ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા પંથકમાં મુખ્યત્વે કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે માકેઁટીંગ યાડઁ નિમાઁણ થતા હવે ખેડુતોને પણ પોતાનો પાક વેચાણ કરવા માટે અન્ય વિસ્તારમા જવુ પડે નહિ તે માટે આશરે ૨૪ કરોડના ખચેઁ માકેઁટીંગ યાડઁનુ નિમાઁણ કરાયુ હતુ જે માકેઁટીંગ યાડઁનુ નિમાઁણ કાયઁ પુણઁ થતા આજથી હરરાજી પ્રક્રિયા શરુ કરાઇ હતી. માકેઁટીઁગ યાડઁ શરુ થવાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામા ખેડુતો અહિ ઉમટી પડ્યા હતા સાથે જ એરંડા, રાઇડો, જીરુ, કપાસ સહિતનો મબલક પાક પણ નજરે પડ્યો હતો આ તરફ માકેઁટીંગ યાડઁને શરુ કરવાના પ્રથમ દિવસે જ હરરાજી પ્રક્રિયામા કપાસનો ભાવ ૩૦૦૦થી ૩૫૦૦ રુપિયા જ્યારે એરંડાનો ભાવ ૧૫૦૦થી ૧૭૦૦ સુધી થતા ખેડુતો રાજી થયા હતા ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁને શુભ શરુવાત કરવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ તથા રામ મહેલ મંદીરના મહંતના હસ્તે હરરાજી પ્રક્રિયા શરુ કરાવાઇ હતી. આ તરફ માકેઁટીંગ યાડઁના શુભ શરુવાત સમયે ચેરમેન મહેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલા હળવદ એ.પી.એમ.સી સેક્રેટરી મહેશભાઇ સહિત મોટી સંખ્યામા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.