GTU યુનિરેન્કમાં દેશમાં 27મું અને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું, સતત બીજી વાર મેળવ્યું સ્થાન
23, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

રાજ્યની ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દેશ સાથે સમગ્ર દુનિયામાં નામ ધરાવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નવા-નવા પ્રયોગો કરીને યુનિવર્સિટી અને દેશનું નામ રોશન કરતા રહે છે. યુનિરેન્ક દ્વારા ભારતની કુલ 884 યુનિવર્સિટીઝ અને શૈક્ષણીક સંસ્થાઓ માટે યુનિરેન્ક જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાંથી પ્રથમ સ્થાને રહીને જીટીયુએ સતત 2જી વખતે પણ યુનિરેન્ક પ્રાપ્ત કર્યો છે.  જીટીયુના તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની અથાગ મહેનતનું આ પરિણામ છે. જે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયી થશે. યુનિરેન્ક એ ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય રેન્કિંગ આપતી ડેટાબેઝ સર્ચ એન્જીન છે. જે 200 થી વધારે દેશની 13800થી વધુ માન્ય યુનિવર્સિટી અને શૈક્ષણીક સંસ્થાઓનું રેન્કિંગ કરે છે.સંસ્થા દ્વારા વિવિધ યુનિવર્સિટીમાં ચાલતાં અભ્યાસક્રમો અને વિદ્યાર્થીઓ માટે ચાલતી વિશેષ પ્રવૃત્તિ ઉપરાંત આર્ટીફિશલ ઈન્ટેલિજન્સ અને વેબ ઈન્ટલિજન્સના માધ્યમ થકી યુનિવર્સિટીમાં ચાલતી વિવિધ ઈ- પ્રવૃત્તિને પ્રાધાન્ય આપીને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. જીટીયુ રાજ્યમાં પ્રથમ સ્થાને તથા સમગ્ર દેશમાં 27માં ક્રમે પસંદગી પામી છે. સતત 2જી વખત આ રેન્ક મેળવનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. આઈ-ટી બેઝ્ડ તમામ પ્રકારની ડિજીટલાઈઝેશન સિસ્ટમ , સ્ટાર્ટઅપ અને ઈન્ક્યુબેશન સેન્ટર વગેરે જેવા સકારાત્મક પરિબળો થકી આ રેન્કિંગ મેળવવામાં જીટીયુ અગ્રસ્થાને રહી છે. યુનિરેન્કની કાર્યપ્રણાલી મુજબ કોઈ પણ યુનિવર્સિટી તરફથી રેન્કિંગ સંદર્ભીત આવેદન મંગાવવામાં આવતું નથી. પરંતુ જે-તે યુનિવર્સિટીની વેબસાઈટના સર્ચીંગથી લઈને તેના પર રહેલ ટ્રાફિક વગેરેને આધારે રેન્ક જાહેર કરાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution