ભરૂચ પાલિકાની સમિતિઓના ચેરમેન દ્વારા ચાર્જ સંભાળતી વેળા ગાઈડલાઇનના ધજાગરા
04, મે 2021

ભરૂચ, ભરૂચ નગરપાલિકામાં સોમવારે વિવિધ શાખાઓનાં ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળવાની કામગીરી કરી હતી. આ ચાર્જ સંભાળવાની કામગીરીમાં ખુદ નગરપાલિકાનાં સત્તાધીશોએ જ કોરોનાનું સંક્રમણ ફેલાવતા હોય તેવું વાતાવરણ નગરપાલિકા ઓફિસોમાં જાેવા મળ્યું હતું. ભરૂચ નગરપાલિકામાં આજે લાઇટ શાખા, કાયદા શાખા, સમાજ કલ્યાણ શાખા, સેનેટરી શાખા, મેડિકલ શાખા સહિતની જુદી-જુદી ૧૩ જેટલી સમિતિનાં ચેરમેનોનો આજે ચાર્જ સંભાળવામાં આવ્યો હોય વિધિવત રીતે ચાર્જ સંભાળતા સત્તાધીશો તેમના મોટા પ્રમાણમાં સમર્થકો સાથે નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા. આ ચાર્જ સંભાળવાની કામગીરી તો માત્ર ચેરમેન આવીને જ વિધિવત રીતે કામગીરી કરી શકતા હોય પરંતુ લોકોના ટોળાં એકઠા થતાં ખુદ સત્તાધોશો કોરોના સંક્રમણમાં વધારો કરી રહ્યા હોય, કોરોનાની ગાઈડલાઇનનાં ધજાગરા ઉડતા નગરપાલિકા સમિતિઓમાં જાેવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ભરૂચમાં સ્વૈછીક લોકડાઉન ચાલી રહ્યું છે તો બીજી તરફ કલેકટરનાં જાહેરનામા દ્વારા પણ અન્ય તમામ પ્રકારનાં મોલ, ખાણીપીણી, જવેલર્સ સહિતની દુકાનો કે વધુ પડતાં લોકો એકઠા ન થાય તેની તકેદારીનાં ભાગરૂપે ભરૂચમાં આરોગ્યની સગવડ સિવાય અંશતઃ લોકડાઉન છે તેવામાં નગરપાલિકાની ઓફિસો ખાતે ચાર્જ લેતા અધિકારીઓએ દ્વારા જ જાહેરનામાનો ઉલાળિયો કરવામાં આવ્યો છે. લોકોને વધુ પડતાં એકઠા ન થવાની વિનંતી કરનાર નગરપાલિકા સત્તાધીશો જ ખુદ પોતાના સમર્થકો સાથે નગરપાલિકા કચેરીએ આજે પહોંચ્યા હતા તો ચાર્જ લેવાની કામગીરી માત્ર જેને ચાર્જ સંભાળવાનો હોય તે પણ આવીને કરી શકતા હોય છે પરંતુ નગરપાલિકાનાં શાસનાધિકારી દ્વારા જ લોકોના ટોળાં એકઠા થયા તેમજ કોરોનાની ગાઈડલાઇનનાં સરેઆમ ઘજાગરા થતાં જાેવા મળ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution