29, જાન્યુઆરી 2021
અમદાવાદ-
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 346 થી વધુ નોંધાયા છે. જેની સામે 602 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4384 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 346 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,60,566 થયો છે. તેની સામે 2,52,464 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં 3 દિવસમાં, આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,60,566 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3718 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,60,566 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3718 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3677 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,52,464 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4384 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.