અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં 23.27 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ મતદાન ડાંગમાં 39.45 ટકા થયુ છે. લીંબડીમાં 25.77, મોરબીમાં 24.15, કરજણમાં 22.95, અબડાસામાં 22, ગઢડામાં 21.74, કપરાડામાં 17.26 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછુ મતદાન ધારીમાં 16.04 ટકા નોંધાયુ છે.આમ મતદારો આગળ આવી રહ્યા છે ક્યાંક નીરસ મતદાન જોવા મળી રહ્યુ છે જેમાં લવણપુર બુથમાં 12 વાગ્યા સુધી એક જ મત પડ્યો હોવાના અહેવાલ વચ્ચે માળીયાના જુમાવાડીમાં લોકો એ પ્રાથમિક સુવિધાના અભાવ નો મુદ્દો આગળ કરી 700 મતદારોએ મતદાન બહિષ્કાર કરતા તંત્ર દોડતું થઈ ગયું છે અને ભાજપ તથા કોંગ્રેસ એકબીજા મતદારો ને પૈસા આપી મત ખરીદવા ના આક્ષેપો થઈ રહ્યા છે.