ગુજરાત વિધાનસભા પેટા ચુંટણી: ભાજપના ઉમેદવારોને જીતાડવા સ્ટાર પ્રચારકો મેદાનમાં
22, ઓક્ટોબર 2020

ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા તૈયારી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ભાજપે પેટા ચૂંટણીના પ્રચાર માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જે ગુરુવારથી પ્રચારના મેદાનમાં ઉતરશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસે તમામ જોર લગાવી દીધું છે. જેના અનુસંધાને ભાજપના સ્ટાર પ્રચારકો ગુરુવારથી પ્રચારના મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ 29 અને 30 ઓક્ટોબરે ચૂંટણી પ્રચારમાં જોડાશે. 23મી ઓક્ટોબરે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની લીંબડી અને ધારીમાં જનસભાને સંબોધન કરશે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા 24 અને 25 ઓક્ટોબર તેમજ 30 અને 31 ઓક્ટોબરે જનસભાને સંબોધન કરશે. કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા તમામ દિવસો દરમિયાન પ્રચાર કાર્યમાં જોડાયેલા રહેશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા તૈયારી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ભાજપે પેટા ચૂંટણીના પ્રચાર માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જે ગુરુવારથી પ્રચારના મેદાનમાં ઉતરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution