અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-6માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 24.11 લાખ કોરોના ટેસ્ટ થયા હતા. હાલ દેશમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 2.47 કરોડ કોરોના ટેસ્ટ થયા જયારે  ગુજરાતમાં 10 લાખની વસ્તીએ સરેરાશ 1.5 લાખ લોકોના કોરોના ટેસ્ટ થયા છે. જેમાં અમદાવાદ-સુરતમાં 10 લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ૩.૩૦ લાખના કોરોના ટેસ્ટ થયા છે.