અમદાવાદ-

ગુજરાતમાં ખૂનના ૬૦ કેસોમાં ૬૧ સીનીયર સીટીઝનોની હત્યા થઇ હતી જયારે ૩૮ કેસો હત્યાના પ્રયાસોના હતા. આ ઉપરાંત સીનીયર સીટીઝન પર બળાત્કારના બે કેસ અને મહિલાની લાજ લૂંટવાના આશયથી હુમલાના ૮ કેસ પણ ગુજરાતમાં થયા છે. રાજયમાં વડીલો સામેના ગુનાઓમાં ૩૨ ટકાનો ઘટાડો થવા છતા ૨૭૮૫ કેસો સાથે ગુજરાત દેશમાં ત્રીજા નંબર પર છે. દેશમાં મહારાષ્ટ્ર (૪૯૦૯ કેસ) અને મધ્યપ્રદેશ (૪૬૦ કેસ) સાથે આગળ છે. સીનીયર સીટીઝન સામેનો ક્રાઇમ રેટ દર એક લાખની વસ્તીએ ૫૮.૨ કેસ સાથે દેશભરમાં ત્રીજા નંબરે છે. મધ્યપ્રદેશ આ બાબતે સૌથી ઉંચો રેટ ૮૦.૫ કેસ દર એક લાખ વ્યકિતએ ધરાવે છે જયારે બીજા નંબર પર ૭૬.૫ કેસ સાથે છત્તીસગઢ છે. જાે મેટ્રો સીટીની વાત કરીએ તો તેમાં પણ આ બાબતે ૭૦૯ કેસ સાથે અમદાવાદ ત્રીજા નંબર પર છે જયારે ૯૦૬ કેસ સાથે દિલ્હી પ્રથમ અને ૮૪૪ કેસ સાથે મુંબઇ બીજા નંબર પર છે.