અમદાવાદ-

સોશ્યલ સાઇટ ટ્વિટર ઉપર 2.8 મિલિયન ફોલોઅર્સ સાથે રૂપાણી નંબરવન, કેબિનેટ મંત્રીઓ ઘણાં પાછળ સોશ્યલ સાઇટ ટ્વિટર પર સૌથી વધુ લોકપ્રિય એટલે કે સૌથી વધુ ફોલોઅર્સ જેમના છે તે મુખ્યમંત્રી વિજય રૂપાણીના છે. તેઓ 2.8 મિલિયન ફોલોઅર્સ સાથે પ્રથમ ક્રમે છે, જો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરતાં ઘણાં પાછળ છે. 

નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા 63.9 મિલિયન થઇ છે જ્યારે પીએમઓ ઇન્ડિયાની સંખ્યા 39.8 મિલિયન છે. અમિત શાહના બે એકાઉન્ટ છે. ઓફિસ ઓફ અમિત શાહ એકાઉન્ટમાં 1.8 મિલિનય ફોલોઅર્સ છે, જ્યારે અમિત શાહ એકાઉન્ટ પર 23.9 મિલિયન ફોલોઅર્સ છે. ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા માત્ર 1.6 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. બીજી તરફ ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન 44.7 મિલિનય ફોલોઅર્સ ધરાવે છે. શાહરૂખ ખાન પાસે 41.4 મિલિયન ફોલોઅર્સ છે. એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચનના ફોલોઅર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધારે હતા પરંતુ હવે ભારતમાં નરેન્દ્ર મોદી નંબર વન બની ચૂક્યાં છે. 

રાજ્યમાં રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓ હજી સુધી મિલિયન સુધી પહોંચી શક્યા નથી. ઘણાં મંત્રીઓ પાસે ટ્વિટર એકાઉન્ટ નથી અને છે તો અપડેટ કરતાં નથી. કેબિનેટ મંત્રીઓમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 403800, પ્રદિપસિંહ જાડેજા 248000, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 716500, સૌરભ પટેલ 64400, આરસી ફળદુ 58200 અને કુંવરજી બાવળિયા માત્ર 2321 ફોલોઅર્સ ધરાવે છે.