Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 24 પોઝિટિવ કેસ, એક પણ દર્દીનું મૃત્યુ નહી
29, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર બાદ કેસ સતત ઘટી રહ્યા છે, ત્યારે 26 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે, વડોદરા અને સુરત, રાજકોટ, ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયો નથી, જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.

25 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કુલ 3,15,813 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,14,839 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,12,941 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ સમગ્ર રાજ્યમાં કુલ 6,03,36,757 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 148 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 5 વેન્ટિલેટર પર અને 143 દર્દીઓ સ્ટેબલ છે અને દર્દીના સારવાર દરમિયાન કુલ મૃત્યુ 10,082 નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,15,666 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution