ગુજરાત હાઇકોર્ટે પાછલા વર્ષોમાં એક અનોખી ઓળખ બનાવી છે: PM મોદી
06, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

ગુજરાતની હાઇકોર્ટની ડાયમંડ જ્યુબલી કાર્યક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફ્રેંસિંગની મારફતે સંબોધિત કર્યો હતો. મોદીએ આ દરમ્યાન સ્મારક ટપાલ ટિકિટ રજૂ કરી છે. વડાપ્રધાને કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની કાયદાકીય સમજણ, તેમની વિદ્બાત્તા અને બૌદ્ધિકતા સાથે ગુજરાત હાઇકોર્ટે પાછલા વર્ષોમાં એક અનોખી ઓળખ બનાવી છે.

ગુજરાત હાઇકોર્ટે સત્ય અને ન્યાયના માટે જે કર્તવ્ય અને નિષ્ઠાથી કાર્ય કર્યું છે, આપણા સંવિધાનના કર્તવ્યોની માટે જે તત્પરતા દાખવી છે તેમને ભારતીય ન્યાય વ્યવસ્થા અને ભારતના લોકતંત્ર બંન્નેને મજબૂત કર્યું છે. આપણા સંવિધાનમાં કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકાને જવાબદારી આપવામાં આવી છે, તે આપણા સંવિધાન માટે જીવદારી સમાન છે. આપણી ન્યાયપાલિકાએ સંવિધાનની જીવદોરીની સુરક્ષાના દાયિત્વને પૂર્ણ દ્રઢતા થી નિભાવી છે. ભારતીય સમાજમાં રુલ ઑફ લૉ, સદીઓથી સભ્યતા અને સામાજિક ઘડતરનો આધાર રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ન્યાયાલયની તરફ વિશ્વાસને સામાન્ય નાગરિકના મનમાં એક આત્મવિશ્વાસ જગાડ્યો છે. સત્ય માટે ઉભા રેહવાની તેને તાકાત આપી છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા થી લઇને અત્યાર સુધી દેશની યાત્રામાં આપણે ન્યાયતંત્રની ચર્ચા કરીએ છીએ. આપણું ન્યાયતંત્ર એવું હોવુ જોઇએ કે, જ્યાં સમાજના અંતિમ ભાગ પર ઉભેલી વ્યક્તિને પણ સુલભ હોય, જ્યાં જરેક વ્યક્તિને ન્યાયની ગેરંટી અને સમયથી ન્યાયની ગેરંટી મળે. સરકાર પણ આ દિશામાં પોતાના કર્તવ્યોં ને પૂરા કરવા માટે નિરંતર પ્રયાસ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution