ગુજરાત હાઈકોર્ટ આ તારીખ સુધી રહેશે બંધ, 17 ઓગસ્ટથી શરુ થશે પ્રત્યક્ષ સુનાવણી
12, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

૧૭ ઓગસ્ટથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ થશે. અગાઉ નામદાર હાઇકોર્ટ દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન સાથે મળીને ઘણા લાંબા સમય પછી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટેનો ર્નિણય લીધો છે. જાેકે આ પ્રત્યક્ષ સુનાવણી શરુ થતા પહેલા કોરોનાને ધ્યાનમાં રાખીને ૩ દિવસ એટલે કે, ૧૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી ગુજરાત હાઈકોર્ટ બંધ રાખવા માટેનો ર્નિણય લેવાયો છે. આ ત્રણ દિવસ દરમિયાન હાઇકોર્ટની તમામ પ્રિમાઇસીસમાં સાફસફાઈ સાથે સેનેટાઈઝેશન કરવામાં આવશે.

હાઇકોર્ટે ૧૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ બંધ રહેશે. આ સાથે ૧૭ તારીખે તમામ એસઓપીની ગાઈડલાઈન મુજબ નિશ્ચિત કરેલા લોકોને જ પ્રવેશ અપાશે. કોરોનાને કારણે ૧૬ મહિના બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા જઇ રહી છે. ત્યારે આગમચેતીના પગલાં લેતા હાઇકોર્ટ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. આ કાર્યવાહિ અંતર્ગત તમામ નિયમોનું હાઇકોર્ટના સ્ટાફ, વકીલો, તેમજ કેસ માટે આવતા પક્ષકારોએ પાલન કરવાનું રહેશે. સરકારે બહાર પાડેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ કાર્યવાહીમાંં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમામ લોકો હાઇકોર્ટમાં પ્રવેશ ગેટ નંબર ૨ અને ૫ પરથી લઇ શકશે. ગેટ નંબર ૨ અને ૫ ઉપર પ્રવેશ લેનારા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રિનિંગ દરમિયાન જાે કોઈને ફલૂ, તાવ, કફ હોય તો તે લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે વકીલો પક્ષકારો રજીસ્ટર ક્લાર્ક કોર્ટના પરિસરમાં આવેલા ૧૨ રૂમ સુધી પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત કોર્ટના બીજા માળે જવા માટે એલિવેટર બંધ રાખવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution