અમદાવાદ-

ગુજરાત માં ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનો ની શરૂઆત થતા જ લોકો તીવ્ર ઠંડી નો અનુભવ કરી રહ્યા છે, નલિયામાં પારો ગગડીને 3.2 ડીગ્રી પહોંચી ગયો છે ત્યારે વધુ રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં જવા સામે ચેતવણી આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ નીચું તાપમાન રહેશે. 

હવામાન વિભાગે જણાવ્યું છે કે 'પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 3 ડીગ્રી સુધી ઘટતાં ઠંડીમાં વધારો થઇ શકે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 28થી 30 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થિજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 7 ડીગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો બીજા દિવસે પણ યથાવત્ રહ્યો છે. રાજ્યમાં 3.2 ડીગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં રેકર્ડબ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે.