અમદાવાદ-

કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની માર્ચમાં-એપ્રિલમાં યોજવાની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી હતી. જેમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે 30 માર્ક્સના એસાઈમેન્ટ રાખવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન એસાઈમેન્ટ સબમિટ નહિં કરાવે તો તેમને ગેરહાજર ગણવામાં આવશે.

એસાઈમેન્ટ જમા કરાવવા GUની સાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરવું બીએ/બીકોમ સેમેસ્ટર 2 અને 4 તથા એમ.એ/એમ.કોમ સેમેસ્ટરના એક્સટર્નલ વિદ્યાર્થીઓની માર્ચ એપ્રિલની પરીક્ષાઓ કોરોનાના કારણે યોજાઈ નહોતી. જે બદલ પરીક્ષા માટે વિષયવાર 30 માર્ક્સના એસાઈમેન્ટ જમા કરાવવાનું રહેશે. એસાઈમેન્ટ જમા કરાવવા વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરાવી વિદ્યાથીઓ આપવાની થતી પરીક્ષા, પોતાનો એનરોલમેન્ટ નંબર, સીટ નંબર અને મોબાઈલ નંબર ફરજીયાત આપવાનો રહેશે. વિદ્યાર્થીના મોબાઈલ પર OTP આવશે જે આપ્યા બાદ ઈમેલ અને પાસવર્ડ આવશે. જે ખોલતા એસાઈમેન્ટના પ્રશ્નો દેખાશે.