કોરોનાકાળમાં ગુજરાત યુનિવર્સિટીએ હજારો વિદ્યાર્થીઓને નોકરી અપાવી, જાણો કેવી રીતે
21, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટી દરવર્ષે જોબ પ્લેસમેન્ટ ફેર યોજાતી હોય છે. કોરોનાકાળમાં આ વર્ષે પ્રથમવાર ઓનલાઇન ફેર યોજાયો હતો, ત્યારે છેલ્લા બે વર્ષ એટલે કે કોરોનામાં કુલ 42 વાર જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. આમાં કુલ દેશની ટોચની 584 કંપનીઓ જોબ ઓફર માટે ગુજરાત યુનિવર્સિટીમાં આવી હતી. આ ફેરમાં કુલ 13268 વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. કુલ 6192 વિદ્યાર્થીઓને જોબ ઓફર / શોર્ટલિસ્ટેડ કર્યા હતા. વર્ષ 2019- 20 માં 36 ઓફલાઇન જોબ ફેર યોજાયા હતા, ત્યારે 2020-21માં 6 ઓનલાઇન જોબ ફેર કર્યા હતા. આ જોબ પ્લેસમેન્ટ ફેરમાં 1 લાખ 20 હજારથી લઈને 25 લાખ સુધીનું પેકેજ વિદ્યાર્થીઓને કંપનીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. MBA, MCA, જર્નાલીઝમ, સ્કૂલ ઓફ સાયન્સ, Msc IT સહિતના જુદા જુદા કોર્ષનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખાનગી કંપનીએ MBA ના વિદ્યાર્થીને 12 લાખનું પેકેજ ઓફર કર્યું હતું. બાયોકેમેસ્ટ્રી ફોરેન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીને ગવર્નમેન્ટ સેક્ટરમાં સૌથી વધુ પેકેજ આપવામાં આવ્યું છે. જેમાં ડિફેન્સમાં 25 લાખનું પેકેજ આપવામાં આવ્યું છે. આ જોબ પ્લેસમેન્ટ ફેરમાં સૌથી ઓછું પેકેજ 1 લાખ 20 હજારનું આપવામાં આવ્યું છે. કોરોનાકાળમાં અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી છે. આ સમયમાં અનેક લોકોએ નોકરીઓ ગુમાવી છે, ત્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ 6192 વિદ્યાર્થીઓને નોકરી અપાવી ત્યારે કોરોનાકાળમાં ગુજરાત યુનિવર્સિટીએ 36 ઓફલાઇન અને 6 ઓનલાઇન જોબ પ્લેસમેન્ટ ફેર યોજ્યા છે. જ્યારે જોબ પ્લેસમેન્ટ ફેરમાં વિદ્યાર્થીઓની કચાસને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા તેમને શીખવાડવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution