ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકુફ, નવી તારીખો જાહેર કરાશે
10, ઓગ્સ્ટ 2020

અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. ૨૧ અને ૩૧ ઓગસ્ટનાં રોજ બે તબકકામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો રજીસ્ટાર દ્વારા પરીપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે ૩૧ ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે. આ ઉપરાંત ઓનલાઈન પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ રાખવામાં આવી છે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાનાં સંક્રમણ અને સરકારનાં પરીપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે.

એક મહિના પહેલા જયારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી જે મુજબ બે તબકકામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી હવે ૨૧ ઓગસ્ટ અને ૩૧ ઓગસ્ટનાં રોજ પરીક્ષા લેવાશે તેવું કહેવામાં આવ્યું હતું. આ ઓફલાઈન પરીક્ષામાં સ્નાતક અને અનુસ્નાતક આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનારી હતી. 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીનાં પગલે કરોડો વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર પ્રશ્ર્નાર્થ ઉભો થયો હતો. નવા એડમિશનથી લઈને અટવાયેલી ફાઈનલ પરીક્ષા મામલે અનેક મુંઝવણો ઉભી થઈ રહી છે તો સાથોસાથ ઓફલાઈન પરીક્ષા અને ઓનલાઈન પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ ઘણી સમસ્યાઓ પેદા થઈ રહી છે ત્યારે ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકુફ રખાતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution