ગુજરાતમાં ડિસેમ્બરમાં કડકડતી ઠંડી વચ્ચે આ તારીખે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
09, ડિસેમ્બર 2020

ગાંધીનગર-

ગુજરાતમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. આવામાં ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાની માહિતી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તા 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે. સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, તારીખ 10 અને 11 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના આઈસોલેટેડ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. પરંતુ હળવો વરસાદ પડશે. સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, હાલ ડિસેમ્બરમાં ઠંડીનો દોર શરૂ થયો છે, ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવવાનો છે. ક્યાંક લાગે છે કે, બંગાળના ખાડીમાં જે રીતે ચક્રવાત સર્જાયું હતું, તેના બાદ વાતાવરણમાં આ બદલાવ આવ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution