ગુજરાતી સિનેમા ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર પ્રતિક ગાંધીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રતિક ગાંધીએ ટિ્‌વટર પર ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. પ્રતિક ગાંધી તથા તેની પત્ની ભામિની ઘરમાં જ ક્વૉરન્ટીન થઈને સારવાર કરાવી રહ્યાં છે, જ્યારે પ્રતિક ગાંધીનો ભાઈ પુનીત ગાંધી હોસ્પિટલમાં દાખલ છે.

પ્રતિક ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું, અમે પરિવાર તરીકે ગંભીરતાથી 'હકારાત્મક બનો'ની વાતને સ્વીકારી છે અને કોરોનામાં પણ અમે સહેજ પણ ભેદભાવ કર્યો નથી. હું તથા મારી પત્ની ઘરે રહીને જ સારવાર કરાવી રહ્યાં છીએ અને મારો ભાઈ હોસ્પિટલમાં છે.

પરિવાર તથા મિત્રોના સપોર્ટ, પ્રાર્થના સાથે અમે આ વાઈરસ સામે મક્કમતાથી લડીશું. ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખ પણ હાલમાં જ કોરોનાની સારવાર કરાવીને હોસ્પિટલથી ઘરે આવી હતી. તેણે કહ્યું હતું કે તું અને તારો પરિવાર ઝડપથી સાજા થઈ જાવ તેવી પ્રાર્થના.