ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાની તબિયત વધારે લથડી
23, ઓક્ટોબર 2020

અમદાવાદ-

ગુજરાતી મેગાસ્ટાર નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થયા છે. જેથી તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે એટલે કે ગુરુવારે તેમની તબિયત વધારે લથડી છે. જેથી તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયા થકી પ્રાથના કરવા અપીલ કરી છે. ભાથીજી મહારાજનું પાત્ર નિભાવનારા નરેશ કનોડિયાને સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી આજે એટલે કે, ગુરુવારે તેમની એક તસ્વીર સામે આવી છે. જેમાં ગુજરાતી મેગા સ્ટાર ઓક્સિજન અને માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. આ તસ્વીર આવ્યા બાદ તેમના ચાહકો તેમની તબિયત માટે પ્રાથના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયાએ 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ભાથીજી મહારાજનું પાત્ર ભજવ્યા બાદ તેમને લોકોના દિલમાં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત તે અભિનેતાની સાથે સાથે રાજરકારણી પણ રહ્યા છે. તે ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય પણ બન્યા હતા. આ સાથે જ દરેક ચૂંટણીમાં તે ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી આવ્યા છે.મહેશ કનોડિયા પણ બીમારઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયાના મોટા ભાઈ અને સંગીતકાર, ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા પણ નાદૂરસ્ત તબિયતના કારણે ગત ઘણા સમયથી હોસ્પિટમાં દાખલ છે, ત્યારે હવે નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા છે. જેથી તેમને પણ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution