ગુજરાતીઓને બફારાથી મળશે છૂટકારો, પાંચ દિવસ વરસાદની આગાહી
11, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

એક સપ્તાહના વિરામ બાદ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રને ત્રણ દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે. રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ ૧૨૧ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગના મતે ૧૩ સપ્ટેમ્બરે લો – પ્રેસર સક્રિય થશે.

જેના કારણે ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું જાેર વધશે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૨મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે બુધવારે પણ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઇકાલે અમદાવાદ જિલ્લા, ડાંગ, સાપુતાર, આહવા, કડી જેવા વિસ્તારોમાં વરસાદી ઝારટા પડ્યા હતા. આ સાથે ઉપરવાસમાં વરસાદને કારણે સાબરકાંઠામાં આવેલી હાથીમતી નદી બે કાંઠે વહી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution