23, ઓક્ટોબર 2021
વડોદરા-
વડોદરામાં ગુજરાતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બન્યું છે. નેશનલ હાઈવે કપુરાઇ થી ધનિયાવી ચોકડી વચ્ચે આ હાઈ ફ્લાય હોટેલ બનાવવામાં આવી છે. ગુજરાતની આ પહેલી એવી હોટલ છે, જ્યાં લોકો વિમાનમાં બેસીને ભોજન કરી શકશે. વિમાનમાં એકસાથે 102 લોકો બેસીને ભોજન ખાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. વિશ્વમાં માત્ર આવી નવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર મહેબુબ મુકીએ જણાવ્યું કે વિશ્વમાં ન્યુઝીલેન્ડમાં શહેર ટાઉપો , ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, પંજાબના લુધીયાણા, હરીયાણાના મોરી સહીતના દુનિયાના આઠ એવા શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.

હવે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર તમામ જે એરક્રાફ્ટમાં સુવિધાઓ હોય છે તેવી તમામ સુવિધાઓ આપવામાં આવેલ છે. 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગલોરના નેગ એવિયેશન કંપની પાસેથી આ એરબસ ખરીદવામાં આવ્યું છે. બોઈંગની અંદર હોટલ બનાવવામાં આવે છે. અંદર જવા માટે એરો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે,

એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે તેઓને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. તેઓએ આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વિતી ગયો, જેને કારણે તેનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો. સામન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો નથી મળ્યો તો કેમ નહીં એરક્રાફ્ટની અંદર રેસ્ટરોરેન્ટ શરૂ કરીએ. જેથી કરીને બેંગ્લોરની નેગ કંપની પાસેથી સ્ક્રેપની હાલતમાં 1 કરોડ 40 લાખના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી કર્યું હતું. પરંતુ કોરોના આવી જતા લોકડાઉન લાગ્યું અને દોઢ વર્ષ વીતી ગયા. તેના એક એક પાર્ટ્સ લાવી અહીં તેને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે. જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટમાં 102 વ્યક્તિઓની કેપેસિટી છે.