વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનો દરિયો તોફાની બન્યો ઃ ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
28, મે 2022

જૂનાગઢ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા છે. શનિવારે અથવા ૪ દિવસમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. ત્યારે તે પહેલા જ ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે ૧ જૂન આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે છે. ત્યારે ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ ચોમાસું શરૂ થશે. પરંતુ અત્યારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ, વડોદરા, તથા દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. આ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આજે હળવો વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી અનેક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ૨૮ થી ૨૯ મેના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મોટાભાગની બોટો હાલ મધ દરિયામાં માછીમારી કરી રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે માંગરોળ બંદર તમામ બોટને પરત બોલાવી લેવાઈ છે. આગામી ૨૯ મે સુધી દરીયો નહી ખેડવાની ફિશરીઝ વિભાગે સુચના આપી છે. ફિશરીઝ વિભાગે માછીમારી કરવા જતા માછીમારોને ટોકન આપવાનું બંધ કર્યું છે. આ વચ્ચે અચાનક દરિયામાં ૬૦ ાદ્બ ઝડપે પવન ફુંકાવાની અને દરિયામા કરંટ અનુભવાયો છે. જેને કારણે માછીમારી બંધ કરવાં આદેશ અપાયો છે. હાલ માંગરોળ બંદર પર કૂલ નાની મોટી ૨૮૦૦ જેટલી બોટ છે. હાલ ૮ જેટલી બોટ દરિયા કિનારે સાંજ સુધી આવી જશે. માછીમારો એ પોતાની તમામ બોટ માંગરોળ બંદર પર લાગવી દેવામા આવી છે. નોંધનીય છે કે, કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ આગળ વધતું હોય છે. મહારાષ્ટ્ર અને ગોવામાં પહોંચ્યા બાદ હવામાન અનુકુળ ન હોય તો સ્થિર થઈ જાય છે એટલે કે, ક્યારેક ગુજરાતમાં એન્ટ્રી મોડી થતી હોય છે. તો ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution