અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીને કારણે આજે વિશ્વના અમુક દેશોને બાદ કરતા મોટભાગના દેશોએ આ કોરોના વાયરસને કારણે પોતાના નાગરિકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો સાથે જ કોરોનાથી મોટાભાગના વેપાર-ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. કોરોનાને કારણે માછીમારી ઉદ્યોગમાં સૌથી મોટી નુકસાની સહન કરવાનો વારો ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરોને આવ્યો છે. ચાઇનાના હેલ્થ ઓથોરીટી દ્વારા હાલમાં ખોટી આડોડાઇ અને દાદાગીરી કરી ગુજરાતથી ચાઈના ગયેલ સી ફૂડ ભરેલ ૮૦ જેટલા કન્ટેનરો આજે છેલ્લા સાત-આઠ મહિનાથી ક્લિયરન્સના વાંકે રોકી રાખતા ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

કોરોના વાયરસે આજે વિશ્વ કક્ષાએ થોડો અંશે તમામ વેપાર- ઉદ્યોગને અસર પહોંચાડી છે. જેનાથી આજે મંદિનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે. કોરોના વાયરસ જે દેશમાંથી શરુઆત થઈ છે તે ચાઈનાની તાનાશાહી અને સરમુખ્યતાર શાહી નિતીથી આજે તમામ લોકો અવગત છે. ચાઈનાની હેલ્થ ઓથોરીટી ની ખોટી કનડગત અને અને દાદાગીરીનો શીકાર ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરો બન્યા છે. વાત જાણે એમ છે કે,ગુજરાત વર્ષોથી ચાઈનામાં સી ફૂડ એક્સપોટ્‌ર્સ કરતુ આવ્યુ છે. ગુજરાતમાંથી એક્સપોટર્સ થનાર કુલ સી ફૂ઼ડમાંથી ૭૦ ટકા સી ફૂડ તો માત્ર ચાઈનમાં જ એક્સપોટર્સ થાય છે. એટેલે કહી શકીએ ચાઈના એ ગુજરાતનું સી ફૂડ ખરીદી કરતો સૌથી મોટો દેશ છે. પરંતુ જ્યારથી કોરોના વાયરસન શરૂઆત થઈ છે. ત્યારથી ચાઈનાની હેલ્થ ઓથોરીટી દ્વારા કોઈને કોઈ કારણોસર ગુજરાતથી જતા સી ફૂડ કન્ટેનરો સાથે કનડગત શરૂ કરવામાં આવી રહી છે.

ચાઈનાની દાદાગીરી અંગે ગુજરાત સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ કે.આર.સલેટે એવુ જણાવ્યુ હતુ કે,હાલમાં ચાઈનાની હેલ્થ ઓથોરીટી (ઝ્રરૈઙ્મહટ્ઠ ૐીટ્ઠઙ્મંર છેંર્રિૈંઅ) એ ગુજરાતના ૮૦ જેટલા કન્ટેનરો છેલ્લા સાત-આઠ મહિનાથી વધુ સમયથી ક્લિયરન્સના વાંકે રોકી રાખ્યા છે ન તો ચાઈના આ કન્ટેનરોને ક્લીયર પણ નથી કરી રહ્યુ અને કન્ટેનરો પરત પણ નહી કરતુ હોવાથી સી ફૂડ એક્સપોર્ટરોના અંદાજે ૫૦ કરોડથી વધુ રૂપિયા હાલ ચાઈનામાં ફસાયા છે. ગુજરાત માંથી છેલ્લા ઘણા વર્ષોથી ૨ થી ૩ હજાર કરોડનું સી ફૂડ વિદેશોમાં એક્સપોટર્સ કરવામાં આવે છે જેમાં સૌથી વધુ સી ફૂડનુ એક્સપોટર્સ વેરાવળ,પોરબંદર અને માંગરોળમાથી થાય છે વર્ષે કેન્દ્ર સરકારને મોટુ વિદેશી હુંડીયામણ કમાવી આપતા આ ઉદ્યોગની હાલની ચાઈના સરકારની આ સમસ્યા અંગે રાજ્યથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરવામાં આવી છતા આટલા મહિનાઓ વિતવા છતા કન્ટેનર ક્લીયર અથવા પરત કરવા કોઈ કાર્યવાહી થઈ નથી.

હાલમાં કરોડો રૂપિયાના સી ફૂડથી ભરેલા આ કન્ટેનરો ચાઈને વ્યવસ્થિત રાખ્યા હશે કે કેમ તેને લઈને પણ સી ફૂડ એક્સપોટર્સને ચિંતા સતાવી રહી છે. સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશનના વાઈસ પ્રેસિડન્ટે જણાવ્યુ હતુ કે,ચાઈના ભલે અમારા કન્ટેનરો રીલીઝ ન કરે તો કમસે કમ અમારા કન્ટેનરો પરત તો કરે જેથી અમે તેને અન્ય જગ્યાએ વહેંચી શકીએ કે ઉપયોગ કરી શકીએ. છેલ્લા સાત-આઠ મહિના જેટલો સમય થઈ ગયો છે. ત્યારે માલની સ્થિતિ કેવી હશે તેની અમોને જાણ નથી ત્યારે આ માલ બગડી જશે તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો વાઈસ પ્રસિડન્ટે ઉઠાવ્યા હતા.

આર્થિક રીતે મોટી નુકસાની સહન કરી રહેલ માછીમાર ઉદ્યોગની મુશ્કેલીઓ સમજી તેમના પ્રશ્નો તરફ સરકાર ધ્યાન આપે તે જરુરી છે. કેન્દ્ર સરકાર સી ફૂડ એક્સપોટર્સના આ પ્રશ્ને ચાઈના સરકાર સાથે વાત કરી યોગ્ય ઉકેલ લાવે તે જરુરી છે. અન્યથા સી ફૂડ એક્સપોટર્સને ૫૦ કરોડથી વધુનુ નુકસાન સહન કરવાનો વારો આવશે અને ઉદ્યોગને આનાથી મોટો ફટકો પડશે. ત્યારે હાલ તો ગુજરાત સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશન સરકાર આ અંગે કોઈ પગલા લેશે તેવી આશા રાખી રહ્યુ છે. પરંતુ આટલો સમય વિતવા છતા કોઈ પરિણામ નહી આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.