ગાંધીનગર-

ગુજરાતમાં 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. 33 જિલ્લામાં પરીક્ષાના 34 કેન્દ્ર ફાળવાયા હતા. સાયન્સમાં ગ્રૂપ-Aમાં 48 હજાર વિદ્યાર્થીઓ, ગૃપ-Bમાં 68 હજાર 500 વિદ્યાર્થીઓ અને ગૃપ AB ગૃપમાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરાયા હતા. પરીક્ષા માટે રાજ્યની 574 ઈમારતોનો ઉપયોગ કરાયો હતો. 5 હજાર 932 બ્લોકમાં ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. આ પરિણામ ઓનલાઈન www.gseb.org વેબસાઈટ પર મુકવામાં આવ્યું હતું, આ સાથે જ ટૂંક સમયમાં માર્કશીટ માટેની તારીખ જાહેર કરવામાં આવશે. જાણો 99 પર્સનટાઇલ માર્ક ધરાવતા A ગ્રુપમાં કેટલા વિદ્યાર્થીઓ, 99 પર્સનટાઇલ માર્ક ધરાવતા A ગ્રુપમાં 474 અને B ગ્રુપમાં 678 વિદ્યાર્થી, અને 98 પર્સનટાઇલ માર્ક ધરાવતા A ગ્રુપમાં 940 અને B ગ્રુપમાં 1347 વિદ્યાર્થી તેમજ 96 પર્સનટાઇલ માર્ક ધરાવતા A ગ્રુપમાં 1853 અને B ગ્રુપમાં 2701 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.