ગાંધીનગર-

ગાંધીનગરઃ રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં 1,17,316 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની પરીક્ષા યોજાશે. દરેક વિષય દીઠ એક કલાકનો સમય મળશે. સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે. રાજ્યના તમામ જિલ્લા મથકે પરીક્ષા યોજાશે.એ-ગ્રુપમાં 48 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બી-ગ્રુપમાં 68 હજાર 500 પરીક્ષા આપશે. પરીક્ષાના 33 જિલ્લામાં કુલ 574 બિલ્ડીંગમાં 5,932 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. કોરોના પ્રોટોકોલ પ્રમાણે એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. કોવિડ પોઝિટિવ હશે તે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની પરવાનગી આપવામાં નથી આવી. તો અંદાજે 10 હજારથી વધુ કર્મચારીઓ હાજર રહેશે.પરીક્ષા આયોજન બાબતે પરીક્ષા સચિવ જે. જી. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોવિડના પ્રોટોકોલને ધ્યાનમાં લઈને જ ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના ગાઈ્માંલાઈન એક બ્લોકમાં 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે પરંતુ ગુજકેટની પરીક્ષામાં પહેલેથી જ એક બ્લોકમાં 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કોઇપણ વિદ્યાર્થી પોઝિટિવ જણાશે તો તેઓને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રો ઉપર થર્મલ ગનથી ચેકિંગ કર્યા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મોકલવામાં આવશે, ઉપરાંત પરીક્ષા દરમિયાન માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. 6 ઓગસ્ટ ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં કુલ 34 કેન્દ્રો ઉપર 574 બિલ્ડિંગમાં કુલ 5932 બ્લોકમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10:00 થી 4 કલાક દરમ્યાન પરીક્ષા યોજાશે. બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સના વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિષય દીઠ એક કલાકનો સમય પણ શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે જ્યારે ગ્રૂપ-એમાં 48,000 ગ્રુપ Bમાં 68,000 અને ગ્રુપ AB માં 300 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયાં છે.