ગુજરાત કેડરના સીનીયર અધિકારી ગુરૂપ્રસાદ મોહાપાત્રા તથા ભરત લાલ કોરોના પોઝીટીવ
26, એપ્રીલ 2021

દિલ્હી-

દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાત કેડરના બે સીનીયર અધિકારીઓ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે જેમાં રાજયમાં મુખ્ય સચિવ પદે આવવા માટે પણ ફેવરીટ ગણાતા અને હાલ કેન્દ્રમાં ઉદ્યોગ વિભાગમાં ફરજ બજાવતા ગુરૂપ્રસાદ મોહાપાત્રા કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેઓ દિલ્હીની એક હોસ્પીટલમાં આઈસીયુમાં છે. મોહાપાત્રા ખુદ કોરોના કામગીરીમાં દવા અને મેડીકલ ઈકવીપમેન્ટ સપ્લાયની જે ટાસ્કફોર્સ છે તેના વડા છે અને છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. વડાપ્રધાનની નજીક ગણાતા મોહાપાત્રા ગત સપ્તાહના અંતે પોઝીટીવ જાહેર થયા હતા. આ ઉપરાંત સીનીયર આઈએએસ અધિકારી તથા વડાપ્રધાનની નજીક ગણાતા ભરત લાલ પણ કોરોના પોઝીટીવ જાહેર થતા તેમને એઈમ્સમા સારવાર અપાઈ હતી. ગત વર્ષે તેઓને જલશક્તિ મંત્રાલયમાં નિયુક્ત કરાયા હતા. જો કે તેઓ રીકવર થઈ ગયા છે અને હાલ પોતાના નિવાસે આરામમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution