પીવાના પાણીની વિકટ સમસ્યાના મામલે દસાડા ગ્રામ પંચાયત કચેરીમાં હલ્લાબોલ
30, એપ્રીલ 2022

સુરેન્દ્રનગર, ઉનાળાની સીઝન હાલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઠેર-ઠેર પાણીની સમસ્યા જાેવા મળી રહી છે. અત્યારે એક બાજુ રમજાન માસ ચાલે છે અને બીજી બાજુ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં દસાડાના પરાવિસ્તાર, ઠાકોરવાસ અને સોલંકીવાસ સહિતના ઘણા વિસ્તારોમાં હજુ પણ પીવાનું પાણી પહોંચતું નથી. આ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના મામલે દસાડા ગામ પંચાયતમાં ઘર્ષણના દ્રશ્યો જાેવા મળે છે. ગ્રામ પંચાયતમાં પીવાના પાણીને લઈ મહિલાઓએ ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. દસાડા ગામ પંચાયતના વિવિધ પ્રશ્નો બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. દસાડા ગ્રામ પંચાયતમા છેલ્લા ઘણાં સમયથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બની છે. દસાડાના સોલંકી વાસમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. મહિલાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ સાંભળતુ નથી. તલાટીને કહે તો કહે સરપંચને કહો. ગરમીમાં ભર બપોરે મહિલાઓને માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. વિસ્તારની મહિલાઓ પીવાના પાણીની વિકટ સમસ્યા મામલે ગ્રામ પંચાયત કચેરીએ ધસી જઇ ઉગ્ર રજૂઆતો સાથે હલ્લાબોલ મચાવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution