મોરબી-

હળવદના ખોડ ગામે લગ્નપ્રસંગમાં વરઘોડામાં ફાયરીંગનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી. જે બનાવ મામલે ફાયરિંગ કરનાર સામે આર્મ્સ એક્ટ તેમ જ જાહેરનામાં ભંગની બે ફરિયાદ નોંધી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી છે. જોકે આવી બીજી એક ઘટના અમદાવાદમાં પ્રકાશમાં આવી હતી. લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવાનો આજ કાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેવામાં લગ્ન પ્રસંગમાં વરરાજાએ જાન લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન હવામાં ફાયરિંગ કર્યું હતું. હવામાં ફાયરિંગ કરવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને વરરાજા અને તેના પિતાની ધરપકડ કરાઇ હતી. ફાયરિંગનો વિડ્યો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ અને પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી હતી.