વડોદરા, તા.૪

ચૈત્રી સુદ પૂનમ તારીખ છઠ્ઠી એપ્રિલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હરણી ભીડભંજન મારુતિ હનુમાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા છાતી જીરીને રામ સીતા ના દર્શન કરાવતા હનુમાનજીના દિવ્ય શૃંગાર કરવામાં આવશે. આ અંગે મંદિરના મહંત રાજેન્દ્ર ગીરી ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે રામજીના રાજ્ય અભિષેક સમયે વાનરસેનાનું પુરસ્કાર આપી સન્માન કર્યું પરંતુ હનુમાનજીને કાંઈ આપ્યું નહીં આ જાેઈ સીતા માતાએ અનમોલ માળા તેઓને ભેટ આપી જેથી તેઓએ માળાના દરેક મણકા તોડીને જાેવા લાગ્યા કે તેમાં રામ ક્યાં છે ત્યારે સભામાં બેઠેલા એક સભ્ય એ મેણું માર્યું કે, તમારામાં રામજી છે ખરા? હનુમાનજીથી આ મેળો સહનંદ નહીં થતાં સભાગૃહમાં પોતે પોતાની જાતિ ચીરીને રામસિતાના દરેકને દર્શન કરાવ્યા હતા. આ દ્રશ્યને મૂર્તિમંત કરતા દિવ્ય શૃંગાર હરણી મંદિર ખાતે કરવામાં આવ્યા છે. તારીખ છઠ્ઠી ના રોજ હનુમાનજી ના જન્મોત્સવ પ્રસંગને ધ્યાનમાં રાખી સવારે પ્રાતઃ ૦૬ કલાકે હનુમાનજી જન્મોત્સવની પ્રાગટ્ય આરતી થશે બપોરે ૧૨ વાગ્યે મધ્યાહન આરતી રાત્રે ૮ઃ૦૦ વાગે શ્રીરામ સીતાજી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન હનુમાનજી નારદજી તુલસીદાસ અને જાંબુવન સહિતના વાસ્તવિક પાત્રોને લઈને મહંત રોહિત ગીરી ના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠ સાથે જીતીક્ષા ઉપાધ્યાય દ્વારા ગણેશ વંદના ના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો આયોજન કર્યું છે.