યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી
18, સપ્ટેમ્બર 2021

ગાંધીનગર-

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય એટલે કે કોલ ઓન આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું રૂબરૂ મુલાકાત લઈશ. આમ તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા નહીં આવે તેવો સંકેત આપી દીધો છે. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતભરના લોકોને વિનંતિ કરી છે કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે, કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સોગાદ સાથે આપ અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેકનોલોજિકલ માધ્યમથી આપની ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલા કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution